Sunday, October 6, 2024
HomeGujaratમોરબીના પંચાસર ચોકડી ખાતે ઍક્ટીવા મોપેડમાં અંગ્રેજી દારૂની એક બોટલ લઈ નીકળેલ...

મોરબીના પંચાસર ચોકડી ખાતે ઍક્ટીવા મોપેડમાં અંગ્રેજી દારૂની એક બોટલ લઈ નીકળેલ ઈસમ ઝબ્બે,અન્ય એક ફરાર

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર ચોકડી નજીકથી ઍક્ટિવામાં સવાર બે ઇસમ પૈકી એકને ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય બીજો શખ્સ દોડીને નાસી જતા તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પંચાસર ચોકડી રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં ઍક્ટીવા મોપેડ રજી. જીજે ૩૬ એએમ ૧૭૪૭ માં નીકળેલ બે શખ્સોને રોકતા જેમાં ઍક્ટીવા પાછળ બેસેલ શખ્સ દોડીને નાસી ભાગી ગયો હતો જ્યારે ઍક્ટિવા ચાલક આરોપી કાસીમભાઇ મુબારકભાઇ ચાનીયા ઉવ.૧૯ રહે.મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલવાળો પકડાઈ જતા તેના પાસે રહેલ પ્લાસ્ટિકના ઝબલામાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. આથી પોલીસે ઍક્ટીવા મોપેડ કિ.રૂ.૫૦ હજાર તથા દારૂની એક બોટલ સહિત કુલ રૂ.૫૦,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજીબાજુ પોલીસને જોઈ ભાગી ગયેલ આરોપી અબ્દુલા ઉર્ફે અબુડી આરબ રહે.મોરબી કાલીકા પ્લોટવાળાને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!