મોરબીના નવલખી બાયપાસ પાસે બનેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આજે વધુ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
મોરબી- કંડલા હાઈવે પર અમરેલી ગામના પાટિયા પાસે રાત્રે અમુક શખ્સોએ રસ્તે જતા આવતા વાહનોને ટાયરની આડશો મૂકીને રોકી છરી, ધોકા જેવા હથિયારો બતાવી ડરાવી-ધમકાવી અને મોટા વાહનો પર પથ્થરના ઘા ફેકી લૂંટ ચલાવી હતી. આ કેસમાં તાલુકા પોલીસે બે આરોપીઓ આસિફ રહીમભાઈ સુમરા અને આફત અલી ઉર્ફે અજગર જાકમભાઈ ભટ્ટીની અટકાયત કરી છે. જેના પોલીસે કોર્ટ પાસેથી લીધેલા 2 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે. તેમજ આજે પોલીસે વધુ એક આરોપી તૌસીફ ઉર્ફે નવાબ ઉર્ફે બોદીયો સિકંદર પમાને ઝડપી લીધો છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.