Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી- કંડલા હાઈવે પર લૂંટના કેસમાં વધુ એક આરોપી પકડાયો

મોરબી- કંડલા હાઈવે પર લૂંટના કેસમાં વધુ એક આરોપી પકડાયો

મોરબીના નવલખી બાયપાસ પાસે બનેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આજે વધુ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી- કંડલા હાઈવે પર અમરેલી ગામના પાટિયા પાસે રાત્રે અમુક શખ્સોએ રસ્તે જતા આવતા વાહનોને ટાયરની આડશો મૂકીને રોકી છરી, ધોકા જેવા હથિયારો બતાવી ડરાવી-ધમકાવી અને મોટા વાહનો પર પથ્થરના ઘા ફેકી લૂંટ ચલાવી હતી. આ કેસમાં તાલુકા પોલીસે બે આરોપીઓ આસિફ રહીમભાઈ સુમરા અને આફત અલી ઉર્ફે અજગર જાકમભાઈ ભટ્ટીની અટકાયત કરી છે. જેના પોલીસે કોર્ટ પાસેથી લીધેલા 2 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે. તેમજ આજે પોલીસે વધુ એક આરોપી તૌસીફ ઉર્ફે નવાબ ઉર્ફે બોદીયો સિકંદર પમાને ઝડપી લીધો છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!