Monday, June 16, 2025
HomeGujaratમોરબીના વેપારી સાથે ક્રિપ્ટો કરન્સીના નામે ૧.૫૧ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક...

મોરબીના વેપારી સાથે ક્રિપ્ટો કરન્સીના નામે ૧.૫૧ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવાના બહાને મોરબીમાં રહેતા એક વેપારી સાથે કુલ રૂ.૧,૫૧,૦૦,૦૦૦/- નું ફ્રોડ કરવામાં આવ્યું હતું. જે ફ્રોડ ગેંગના ગુજરાત રાજયના મુખ્ય સુત્રધાર આરોપીને વડોદરા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. જે આરોપી અલગ અલગ રાજ્યોમાંથી ૨ ટકા કમીશનને આધારે બેંક એકાઉન્ટ મેળવી આપતો હતો. મોરબી સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોક કુમાર યાદવના માર્ગદર્શન તેમજ પોલીસ અધીક્ષક રાહુલ ત્રીપાઠી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.બી.દલવાડી તરફથી મોરબી જીલ્લામાં સાયબર ફ્રોડના બનાવોનો ભેદ ઉકેલવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર કે.કે.દરબાર, સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડિ.ટિ.ડોલરમાં રોકાણ કરવાના બહાને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર મોરબીના નૈમિશભાઇ કનૈયાલાલ પંડિત નામના વેપારીને મોબાઇલમાં ફેસબુક મેસેન્ઝર દ્રારા યુ.એસ.ડી.ટી.માં રોકાણ કરવાના બહાને આરોપીઓ દ્રારા વ્હોટસએપ નંબર ૯૧૫૭૭ ૮૨૬૯૨ તેમજ કસ્ટમર કેર નંબર- -૮૫૨૬૫૪૭૭૮૦૧ થી ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડિ.ટિ.ડોલરમાં રોકાણ કરવા બાબતે ટેલીફોનીક વાતચીત કરી તેમજ ઓનલાઇન વેબસાઇટમાં એકાઉન્ટ ઓપન કરાવી યુ.એસ.ડી.ટી. ના ક્રિપ્ટો કરન્સી ખરીદવા માટે આરોપીઓ દ્વારા અલગ-અલગ એકાઉન્ટમાં કુલ રૂ. ૧,૫૧,૦૨,૫૦૦/- ડીપોઝિટ કરાવી ઓનલાઇન ફ્રોડ આચરવામાં આવ્યું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૪/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ ૩૧૬(૨),૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨) તથા આઇ.ટી. એક્ટ કલમ ૬૬ (ડી) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે બનાવની તપાસમાં મોરબી સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ફ્રોડ કરવામાં ઉપયોગમાં લેવાયેલ વિવિધ બેંક ટ્રાંજેક્સનોને એનેલાઇઝ કરતા થયેલ ટ્રાન્ઝેકશનો માંથી એક ટ્રાન્ઝેકશન ગુજરાત રાજયના પંચમહાલ જીલ્લાનુ હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે જે અકાઉન્ટને ઓપરેટ કરવા માટે અલગ-અલગ રાજયમાં મોકવામાં આવતા હતા. જેમાં એકાઉન્ટ ધારક અને એકાઉન્ટની કીટ ગુજરાતના વડોદરા જીલ્લાના વિપુલ થ્રિગુનાથ ઠાકુર નામના વ્યકિત દ્વારા અલગ-અલગ રાજ્યના મુખ્ય સુત્રધાર સુધી લઇ જઈ સાથે મળીને ફ્રોડ કરવામાં આવતુ હતુ. જેમાં મોરબી જીલ્લા સાઇબર કાઈમ પોલીસની ટીમ દ્વારા ગુજરાત રાજયના વડોદરા જીલ્લા ખાતેથી વિપુલ ભિગુનાથ ઠાકુર નામનાં એક આરોપીઓને પકડી પાડવામાં આવ્યો છે. જે આરોપી દ્વારા ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લામાંથી કમિશન પેટે એકાઉન્ટ મેળવી ભારતના અન્ય રાજ્યના મુખ્ય સુત્રધારને પોહચાડી મુખ્ય સુત્રધાર સાથે મળી ફોડ આચરતો હતો. જે કામ બદલ એકાઉન્ટમાં જેટલા રૂપિયા આવે તેના ર % કમિશન મેળવતો હતો. આરોપી આ કામ આશરે ર (બે) વર્ષથી કરતો હતો.

જેમાં કે.કે. દરબાર પોલીસ ઇન્સ્પેકટર સાયબર ક્રાઇમ મોરબી, ASI રજનીકાંતભાઇ ડી. કૈલા, ASI સંજયકુમાર ઘનશ્યામભાઇ પટેલ, UHC મહિપલસિંહ જી.વાળા, UPC મનોજભાઇ ટી.લકમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!