બાઈકમાં જોખમી સ્ટંટ કરતા વાયરલ થયેલ વિડીઓને આધારે પોલીસે આરોપી યુવકને કાયદાનું ભાન કરાવ્યું
મોરબીના વીસીપરા વિસ્તારના સ્મશાન પાસે એક ઈસમ બાઈકને હેન્ડલ પકડી ગોળ ગોળ ઘુમાવી જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ કર્યો હતો, જે આધારે પોલીસે આરોપી સ્ટંટમેન યુવકની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાઇક ઉપર જોખમી સ્ટંટ કરતા વાયરલ થયેલ વિડીઓને આધારે એક ઇસમની અટક કરી છે જે વિડીઓમાં આરોપી ફયાઝ ઉર્ફે ઇરફાન જુમાભાઇ સમા ઉવ.૨૦ રહે.મોરબી વીસીપરા મીલની ચાલીવાળો મોયર સાયકલ રજી.નં. જીજે-૩૬-એડી-૪૩૬૦ વાળુ મોટર સાયકલનું હેન્ડલ પકડી ગોળગોળ ફેરવી સ્ટંન્ટ કરી લોકોની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે ચલાવી નિકળતા મળી આવતા તેની અટક કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.