મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ દ્વારા મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે ‘સિગ્નેચર વેલનેસ’ નામના સ્પા મસાજ પાર્લરમાં રેઇડ કરી હતી, જેમાં સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે દેહ વિક્રયની પ્રવૃત્તિ ચાલતી હોવાનો પર્દાફાશ કરી આરોપી સ્પા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર,મોરબી થી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ નજીક આધ્યશક્તિ – ૨ કોમ્પલેક્ષ ત્રીજા માળે આવેલ ‘‘સીગ્નેચર વેલનેસ સ્પા’’ ની અંદર કુટણખાનું ચાલતું હોવાની પૂર્વ બાતમીને આધારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. જેમાં આરોપી શારૂખભાઇ યુનુશભાઇ મુલતાની ઉવ.૩૨ રહે.ક્રિષ્નાપાર્ક શેરી નં.૧ વાવડી રોડ મોરબીવાળો પોતાના કબજા ભોગવટા વાળા ‘સિગ્નેચર વેલનેસ સ્પા’ માં ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન-સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવતો રંગેહાથ પકડી લેવામાં આવ્યો છે, પોલીસની રેઇડ દરમ્યાન રોકડા રૂ.૫૧૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/-મળી કુલ રૂ.૧૦,૧૦૦/- નો મુદામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની કલમ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.