મોરબીના શનાળા રોડ ધર્મેન્દ્ર પ્લેઝાના ત્રીજા માળે સ્કાયવર્લ્ડ નામના સ્પા પાર્લરમાં બહારથી મહિલાઓને બોલાવી દેહવ્યાપારનો કાળો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું, પોલીસે સ્કાયવર્લ્ડ સ્પામાં રેઇડ કરી સ્પા સંચાલક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે શહેરના શનાળા રોડ ખાતે આવેલ ધર્મેન્દ્ર પ્લાઝાના ત્રીજા માળે સ્કાય વર્લ્ડ નામના સ્પા પાર્લરમાં રેઇડ કરી હતી, જે સ્પા પાર્લરમાં આરોપી સંજયભાઇ આપાભાઇ ગરચર ઉવ.૪૨ રહે.મોરબી લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી બ્લોક નં.૨૦૪ વાળો સ્કાયવર્લ્ડ સ્પામાં ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવતો હોય જે રંગેહાથે ઝડપાઇ ગયો હોય, રેઇડ દરમયાન પોલીસે સ્કાય વર્લ્ડ સ્પામાંથી રોકડ રૂ.૮ હજાર, મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫ હજાર તથા શરીરસુખ માનવ વપ્રર સાધન સામગ્રી સહિત કુલ રૂ.૧૩ હજારના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ તેની વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.