માળીયા(મી) તાલુકાના ખીરઈ ગામ પાસે પોલીસ દ્વારા દેશી દારૂ બનાવતી ગેરકાયદેસર ભઠ્ઠી ઉપર રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથાનો જથ્થો ઝડપાયો હતો, રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, મમદભાઇ જુસબભાઇ દોના ખીરઈ ગામથી કાજરડા જવાના રસ્તા પાસે હોકળાના કાંઠે દેશી દારૂની ગેરકાયદેસર ભઠ્ઠી ચલાવે છે, જેથી માળીયા(મી) પોલીસે તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન પાસ-પરમીટ કે કોઈ આધાર વગર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૮૦૦ લીટર કિં.રૂ.૨૦,૦૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ભઠ્ઠી ચલાવનાર આરોપી મમદભાઇ જુસબભાઇ દોના રહે. ખીરઈ ગામ વાળો રેઇડ સમયે હાજર ન મળતા તેને ફરાર દર્શાવી પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધ્યો છે. હાલ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.









