Tuesday, March 3, 2026
HomeGujaratમોરબીમાં કારના કાચ તોડ ગેંગતી ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ

મોરબીમાં કારના કાચ તોડ ગેંગતી ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ

સી.સી.ટી.વી. ફૂટેજના આધારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં કારના કાચ તોડતી ગેંગ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જુના મહાજન ચોકથી આગળ ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્ષ વાળી શેરીમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કારના પાછળનો અને દરવાજાનો કાચ તોડી આશરે રૂ.૧૦ હજારનું નુકસાન કરાયું હતું. ત્યારે કાર માલીકે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

મોરબીના નગર દરવાજા નજીક બી.એમ.મામૂજી વાળી શેરીમાં રહેતા એમદભાઈ અસલમભાઈ બાનાણી ઉવ.૩૦ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, તેમણે પોતાની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કાર રજી. નં. જીજે-૩૬-એએલ-૯૭૧૯ તા.૨૮/૦૨/૨૦૨૬ની રાત્રે જુના મહાજન ચોક ટ્રેડ સેન્ટર સામે કુવાળીવારા પીરની દરગાહવાળી શેરીમાં પાર્ક કરી હતી. ત્યારે કારના પાછળના કાચ તથા સાઇડના પાછળના દરવાજાનો કાચ તૂટી ગયાની જાણ થતા એમદભાઈ સ્થળ પર પહોંચી તપાસ કરતાં કારમાંથી કોઈ ચીજવસ્તુ ચોરાઈ ન હોવાનું જણાયું, પરંતુ આશરે રૂ.૨૦ હજારનું નુકસાન થયું હતું. જે બાદ સી.સી.ટી.વી. ફૂટેજ તપાસતા રાત્રિના બાર વાગ્યા આસપાસ બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા આ તોડફોડ કરાયુ હોવાનું સામે આવ્યું હતું.

સોશિયલ મીડિયા મારફતે જાણવા મળ્યું હતું કે જુના મહાજન ચોક વિસ્તારમાં તેમજ મુનનગર ચોક, ચંદ્રેશનગર વિસ્તારમાં પાર્ક કરેલી અન્ય કારોના પણ સમાન રીતે કાચ તોડી નાખવામાં આવ્યા હતા. હ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!