હળવદની સરા ચોકડી નજીક પાર્ક કરેલ એચએફ ડિલક્સ કંપનીના મોટર સાયકલની કોઈ અજાણ્યા તસ્કર ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધવાઈ હતી, હાલ પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી ચોરાયેલ બાઇકની અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મયુરનગર ગામના વતની હાલ હળવદ સરા રોડ રઘુનંદન સોસાયટીમાં ભાડેથી રહેતા બાબુભાઇ ધનજીભાઈ પરમાર ઉવ.૪૨એ હળવદ પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૮/૧૦ ના રોજ ફરિયાદી બાબુભાઇએ પોતાનું એચએફ ડિલક્સ કંપનીનું બાઇક રજી.નં.જીજે-૩૬-એડી-૮૮૧૩ વાળું સરા ચોકડી ખાતે પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો વાહન ચોર દ્વારા ત્યાંથી ચોરી કરીને લઈ ગયો હોય ત્યારે હળવદ પોલીસે બાબુભાઈએ નોંધાવેલ ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.