મોરબીના સરકારી હોસ્પિટલના પાર્કિંગમાંથી વધુ એક બાઇક ચોરી થયાની ફરિયાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. સતત સિક્યુરિટી મેન ખડેપગે હોવા છતાં અવારનવાર હોસ્પિટલના પાર્કિંગમાંથી દર્દી કે દર્દીના સગા વ્હાલાના મોટર સાયકલની ચોરી થવાનું કારણ એ એક ઉંડાણ પૂર્વકની તપાસનો વિષય છે, તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે.
બાઇક ચોરીના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ માળીયા(મી) તાલુકાના માણાબા ગામના વતની હાલ ઘુંટુ રોડ ઉપર સિલ્વર સોસાયટીની બાજુમાં રહેતા હરેશભાઇ દેવકણભાઇ ઝીઝુવાડીયા ઉવ.૨૮એ ગત તા.૧૩/૦૮ના રોજ સવારના ૧૧ વાગ્યાની આસપાસ મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પોતાનું સિલ્વર ડાર્ક કલરનું હિરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મો.સા સને ૨૦૧૧ નુ મોડલ જેના રજી.નં. જીજે-૦૩-ઈડી-૬૪૨૮ પાર્ક કર્યું હતું. ત્યારે હોસ્પિટલમાં કામ પૂરું કરી પરત આશરે ૧.૩૦ વાગ્યે આવીને જોયું ત્યારે હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલ મોટર સાયકલ તેની જગ્યાએ જોવા ન મળતા આજુબાજુમાં તપાસ કરી હતી ત્યારે મોટર સાયકલ ચોરી થયાની પ્રથમ ઇ-એફઆઈઆર ત્યારબાદ ગઈકાલ તા.૨૩/૦૮ના રોજ મોરબી એ ડિવિઝન ખાતે રૂબરૂ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.