Tuesday, September 17, 2024
HomeGujaratમાળીયા મીયાણામાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

માળીયા મીયાણામાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા પોલીસ તંત્રને સખત સૂચનો આપેલ છે. જેને પગલે મોરબી જિલ્લા પોલીસ તંત્ર પણ એલર્ટ છે. જે પોલીસ દ્વારા કરવામાં આવતી વિવિધ રેઇડના આંકડાઓ પરથી જ જાણી શકાય છે. ત્યારે ત્યારે ગઈકાલે માળીયા મી. તાલુકામાં ફરી એકવાર દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે, માળીયા મી. કાજરડા ભોળી વાંઢ વિસ્તાર પાસે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં આવતું ૧૦૦ લીટર ગરમ આથો તથા ઠંડા આથના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા ૨ બેરેલમાં ભરેલ ૪૦૦ લીટર આથો તથા દેશી દારૂ ભરેલ ૧ કેન તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૧૪૪૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી અબ્બાસભાઇ કરીમભાઇ ઉર્ફે કાળાભાઇ સંધવાણી સ્થળ પર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!