માળીયા(મી) તાલુકાના ચીખલી ગામે રહેણાંકમાં પકડાયેલ મીની હથિયાર બનાવવાની ફેકટરી ખાતેથી વધુ એક દેશી હાથ બનાવટની બંદુક માળીયા(મી) પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે.
માળીયા(મી)ના ચીખલી ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપી લેવામાં આવી એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી, જ્યાંથી પોલીસે બે દેશી હાથ બનાવટની બંદૂક અને હથિયાર બનાવવા ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, ત્યારે પકડાયેલ આરોપી સલીમભાઇ કાદરભાઇ માલાણી ઉવ.૪૭ રહે.ચીખલી ગામ મફતીયાપરા, તા.માળીયા(મી) વાળાના પોલીસ રીમાન્ડ મેળવી, આરોપીની આગવી ઢબે પુછપરછ કરી બીજા હથિયાર બનાવી કોને-કોને વેચાણ આપેલ તે બાબતે સઘન પુછપરછ કરતા આરોપીએ વધુ એક દેશી હાથ બનાવટની બંદુક બનાવી પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ વાંડામાં સંતાડેલ હોવાની કબુલાત આપતા માળીયા(મી) પોલીસે તે જગ્યાએથી વધુ એક હથિયાર દેશી હાથ બનાવટની બંદુક કિ.રૂ. ૫૦૦૦/- કબ્જે કરી આગળની તપાસ હાથ ધરેલ છે.