મોરબીની ઈંડુંસઈંડ બેંકના મહિલા કર્મચારીએ કાળા કરી લાખોનો બેંક સાથે છેતપિંડી કરી હોવાનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બેંકના ક્લસ્ટર મેનેજર હાર્દિક હરીશ માંકડ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મોરબી તાલુકા પોલીસે બેન્કના મહિલા કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અને પોલીસે બેન્ક સાથે છેતરપિંડી આચરનાર નેહા ગજ્જરને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં સહકર્મચારી જીગ્નેશ માનસેતાએ પણ મદદગારી કરી હોવાનું ખુલતા પોલીસે જીગ્નેશ માનસેતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મોરબી તાલુકા પોલીસે મહિલા કર્મચારીની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જુનું દેણું ચુકવવા માટે, ઘર ખર્ચ, લીધેલ લોન ચુકવવા માટે પૈસાની જરૂર હોવાથી એટીએમમાંથી ૧૫ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેમાં સહકર્મચારી જીગ્નેશ માનસેતાને જાણ હોવા છતાં ઉચાપતમાં મદદગારી કરી હતી. પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.