મોરબીની વધુ એક પેપરમિલમાં આગ ભભૂકયાની ઘટના પ્રકાસમા આવતા અફરાતફરી મચી જવા પામી છે.જૂની આરટીઓ કચેરી પાસેની પેપરમિલમાં લાગેલી આગને પગલે લાખો રૂપિયાનો સમાન આગમાં ખાક થઈ ગયો હોવાનો અંદાજ લગાવાય રહ્યો છે.
મોરબીના જૂની આરટીઓ કચેરી નજીક આવેલ નેક્ષા પેપરમિલમાં મોડી રાત્રીનાક સમયગાળા દરમિયાન એકાએક આગ ભબુકી ઉઠી હતી.કોઈ કારણસર પેપરમિલના વેસ્ટ પેપરના જથ્થામાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા જેને લઈને આજુબાજુના લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. લોકોના ટોળેટોળા બહાર નીકળી જતા ક્ષણીક ભાગદોડ મચી હતી બીજી તરફ આ ઘટનાને લઈને મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને અવિરણ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવા પ્રયાસો હાથ ધરાયા હતા જેને પગલે આગ હાલમાં મહદઅંશે કાબુમાં હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું હતું.