અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર 2023માં પૂર્ણ થશે અને જાન્યુઆરી 2024માં મકરસંક્રાંતિના શુભ સમયે ભગવાન રામ તેમના ભવ્ય ગર્ભગૃહમાં બેસીને દિવ્ય દર્શન આપશે. દરેક રામ ભક્ત મંદિર નિર્માણની પ્રગતિ માટે ઉત્સુક છે. ત્યારે મોરબીમાં આજે હનુમાન જયંતિ નિમિતે 3500 પત્રોમાં રામ રામ લખી અયોધ્યા મોકલાવશે. જે માટે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનને “Indian Traditional Book of the record” દ્વારા પ્રમાણ પત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિતે નવયુગ પરિવાર દ્વારા હનુમાન દાદાની પ્રતિકૃતિ પર “રામ” “રામ” લખીને 3500 જેટલા પત્રો આયોધ્યા મંદિરે પહોંચાડાશે. જે રેકોર્ડનાં શાક્ષી બન્યા મોરબીવાસીઓ, તેમજ “Indian Traditional Book of the record” દ્વારા નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનને આજે પ્રમાણ પત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.