ડૉક્ટરી ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર રહેણાંક મકાનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ પોલીસ ગિરફતમાં
માળીયા(મી) પોલીસ મથક ટીમ દ્વારા તાલુકાના કુંતાસી ગામથી ડીગ્રી વિનાના ડોક્ટરને પકડી લેવામાં આવ્યો છે, જે પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે દર્દીઓની એલોપેથી દવાઓ સાથે સારવાર કરતો હોય, માળીયા(મી) પોલીસે દવાઓ, તબીબી સાધન સામગ્રી સહિત કુલ ૧,૮૬૭/-ના મુદ્દામાલ સાથે ઘોડા ડોક્ટર આરોપીની અટકાયત કરવામાં આવી છે.
માળીયા(મી) ના કુંતાસી ગામે પૂર્વ બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં આરોપી ભરતભાઇ બીહારીદાસ રામાનુજ ઉવ.૪૩ રહે-કુંતાસી રામજી મંદીરની પાછળ તા.માળીયાવાળો પાકા બાંધકામ વાળા મકાનની ડેલીમા કોઇપણ પ્રકારની ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરતા તથા માણસોની જીંદગી તથા આરોગ્ય અને શારીરીક સલામતી જોખમાય તેવુ બેદરકારીભર્યુ બેફામ કૃત્ય કરી અલગ અલગ કંપનીની એલોપેથીક દવાનો જથ્થો તથા સારવાર કરવાના સાધનો રાખી કુલ કી.રૂ.૧૮૬૭/-ના મુદામાલ સાથે મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે, આ સાથે પોલીસે આરોપી ભરતભાઇ વિરુદ્ધ મેડિકલ પ્રેકટીસનરી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.