Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં વધુ એક પ્રૌઢનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત

મોરબીમાં વધુ એક પ્રૌઢનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત

મોરબીમાં વધુ એક પ્રૌઢનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી શનાળા રોડ સત્યમ પાનવાળી શેરીમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બીજીયાભાઈ રામભાઈ જીલરિયા ઉવ.૫૯ને ગત ૦૪/૦૫ ના રાત્રીના ૧૧.૩૦ વાગ્યાના આસપાસ કોઈ કારણોસર અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેઓને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી બીજીયાભાઈને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ઇન્કવેસ્ટ પંચનામું કરી મૃતદેહનું પીએમ સહિતની કામગીરી કરાવી હતી. ત્યારે મૃતક બીજીયાભાઈ જીલરીયાના અકાળે મૃત્યુ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!