Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં વધુ એક પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત

મોરબીમાં વધુ એક પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત

મોરબીમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. એક જ સપ્તાહમાં હાર્ટ એટેકની ત્રીજી ઘટના સામે આવી છે જેમાં ઈન્દીરાનગર ખોડિયાર સોસાયટીમાં રહેતા પ્રૌઢને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા જ્યાંથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે મૃત્યુના બનાવની બી ડિવિઝન પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના ઈન્દીરાનગર ખોડિયાર સોસાયટીમાં રહેતા બળવંતરાય ઉર્ફે બળુભાઇ શામજીભાઇ ડાભી ઉવ.૫૬ ગઈકાલ તા.૧૦/૦૪ના રોજ હતા ત્યારે વહેલી સવારે તેઓને હૃદય રોગનો જોરદાર હુમલો આવતા તેઓને સારવારમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે બળવંતરાય ડાભીને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે અ.મોત રજીસ્ટર કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!