મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં રોડ ઉપર પતંગ-દોરના સ્ટોલ ધારકને પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા સાથે બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપીની અટક કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી શહેરમાંથી વધુ એક સ્ટોલ ધારક પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૫ ફિરકા સાથે ઝડપાયો
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ત્રાજપર ઓરિએન્ટલ બેંક વાળી શેરીમાં રોડ ઉપર છૂટક પતંગ-દોરી ગોઠવી તેનું વેચાણ કરતા સ્ટોલમાં ચેકીંગ હાથ ધરાયું હતું, જે ચેકીંગ દરમિયાન સ્ટોલમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૫ ફિરકા મળી આવ્યા હતા, જેથી તુરંત આરોપી અજયભાઈ મનસુખભાઇ વરાણીયા ઉવ.૨૮ રહે.મોરબી-૨ ત્રાજપર ઓરિએન્ટલ બેંકવાળી શેરીવાળાની અટકાયત કરવામાં આવી હતી, બી ડિવિઝન પોલીસે આરોપી પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જર્મન ટેકનોલોજી લખેલ ૧૫ નંગ ફિરકા કિ.રૂ.૩ હજાર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.