આયુષ હોસ્પિટલના ડોકટર પ્રતિક પટેલ દ્વારા વધુ એક એન્ડોસ્કોપિક સફળ સર્જરીની સારવાર કરવામાં આવી છે. ચોટીલાના ૫૩ વર્ષીય કમરના L4-L5 મણકાની વચ્ચેની ગાદી ખસી જતા કમરનો સખત દુઃખાવો રહેતો હતો. જે દર્દીને માત્ર એક સેમી થી નાનો ચેકો મારી સર્જરી કરવામાં આવે છે તેમજ ૨૪ કલાકમાં રજા આપવામાં આવે છે અને દર્દીને દુખાવાથી રાહત મળે છે.
આયુષ હોસ્પિટલમાં વધુ એક એન્ડોસ્કોપિક સર્જરીની સફળ સારવાર કરવામાં આવી છે. ચોટીલાના ૫૩ વર્ષીય દર્દીને કમરના L4-L5 મણકાની વચ્ચેની ગાદી ખસી જતા કમરનો સખત દુઃખાવો રહેતો હતો. જેમાં દર્દીને જમણી બાજુના પગનો દુઃખાવો, જમણા પગમાં ખાલી ચડી જવી અને જમણા પગના પંજાની, નબળાઈ (Foot Drop) થયો હતો. જેનાથી દર્દીને ચાલવામાં તકલીફ પડતી હતી. જેમાં દર્દીનું ઓપરેશન કરવું ફરજીયાત હતું. પરંતુ છાતીના એકસરેમાં જોવામાં આવ્યું કે દર્દીનું એક બાજુનું ફેફસું કામ ન કરતુ હોવાથી સંપૂર્ણ બેભાન કરવા અને સીસી સુંઘાડવી શક્ય ન હતી. તેથી મોરબી ખાતેની આયુષ હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ. પ્રતિક પટેલની સુજ બુજથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે દર્દીની જાગતિ અવસ્થામાં જ માત્ર ઓપરેશન કરવાનો ભાગ ખોટો કરી (Local Anaesthesia) દૂરબીન વડે (endoscopic) ખસેલી ગાદી કાઢી નસ પરનું દબાણ દુર કરવું. જેથી તાત્કાલીક દર્દીને દુખાવામાં રાહત મળી તેમજ પગની નબળાઈ દુર થઇ અને દર્દી તરત જ ચાલવા માંડ્યા હતા. જે એન્ડોસ્કોપિક સર્જરીના ફાયદા એ છે કે 1 cmથી નાનો ચેકો મારવો તેમજ ૨૪ કલાકમાં રજા અને
દુખાવાથી તુરંત રાહત મળે છે. આમ, ડૉ. પ્રતિક પટેલ દ્વારા સફળ ઍન્ડોસ્કોપિક સર્જરી કરવામાં આવી છે.