મોરબીમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ આરોપી સામે પાસા દરખાસ્ત મંજુર થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીની પાસા તળે અટકાયત કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુના આચરી અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના કરવામાં આવી હતી જે અન્વયે અવાર નવાર વ્યાજ વટાવના ગુનાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ મેહુલભાઇ ઉર્ફે માધવ લાખાભાઇ ઝીલરીયા રહે.રવાપર ગામ ઝાપા પાસે મોરબીવાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મેહુલભાઈ ઉર્ફે માધવની અટક કરી પાસા વોરંટની બજવણી કરી સુરત લાજપોર જેલ ખાતે મોકલવામાં આવેલ છે.