Monday, November 18, 2024
HomeGujaratવાંકાનેરના કોંગી સદસ્યનો વધુ એક વિડીયો વાયરલ : મને શોધતા નહિ, હું...

વાંકાનેરના કોંગી સદસ્યનો વધુ એક વિડીયો વાયરલ : મને શોધતા નહિ, હું રાજકારણથી મુક્તિ માંગુ છું

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસના સભ્યનું પોલીસે અપહરણ કરી ભાજપને સોંપી દીધાન કોંગ્રેસના આરોપો બાદ કોંગી સદસ્યના જમાઈએ વિડીયો વાઇરલ કરી આ સદસ્ય સલામત હોવાનું જણાવ્યું હતું ત્યારે ગઈકાલે રાત્રે તાલુકા પંચાયતના સદસ્યએ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં તરતો મૂકી પોતે ભાજપ – કોંગ્રેસના રાજકારણથી થાકી ગયા હોવાનું અને હાલ સલામત હોવાનું જણાવી પોતાને શોધવાની કોશીષ ન કરવાનો સંદેશ આપતા આજના રાજકારણમાં સીધા સાદા માણસોની હાલત કફોડી બનતી હોવાનો ગંભીર પુરાવો સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આજે વાંકાનેર સહિત મોરબી જિલ્લાની તમામ તાલુકા પંચાયતની પ્રમુખ તથા ઉપ પ્રમુખની ચૂંટણી યોજાનાર છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતમાં પાતળી બહુમતીથી જીતેલ ભાજપ પાસે 13 અને કોંગ્રેસ પાસે 11 સભ્યોનું સંખ્યાબળ છે ત્યારે આજે ચૂંટણીમાં બળાબળ ના પારખાં સમય પૂર્વે અરણીટીંબા બેઠકના લાપતા બનેલા સભ્ય સુરેશભાઈ બલેવિયાએ વિડીયો મેસેજ વાયરલ કરી પોતે સલામત હોવાનું અને પોતાને શોધવા માટે પોલીસ કે ભાજપ – કોંગ્રેસના રાજકારણીએ ખોટી મહેનત ન કરવા અપીલ કરી છે.

નોંધનીય છે કે અરણીટીંબાના સદસ્ય સુરેશ બલેવિયાને અરજીના કામે નિવેદન નોંધવા પોલીસે બોલાવ્યા હતા બાદ માં જે પણ કઈ થયું હોય તેવો ગાયબ થઈ જતા કોંગ્રેસના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવી પોલીસે જ આ સભ્યને દબાણપૂર્વક ભાજપને સોંપ્યાનો આરોપ લગાવી વાંકાનેર સીટી પોલીસ મથક સામે ધરણા પણ કર્યા હતા. જો કે અગાઉ સુરેશભાઈના જમાઈએ વિડીયો વાઇરલ કરી અપહરણ થયુ ન હોવાનું જણાવી કોંગ્રેસના આક્ષેપોનું ખંડન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!