જવાબદારો સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરથી લઈને રાજ્યના મુખ્યમંત્રીને સોશ્યલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક હાઈવે પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એફવાય બીએસસી નર્સિંગની ઉત્તરવહીઓ હાઈવે પર રેઢી હાલતમાં મળી આવી હતી અને કચરો ઉઠાવનારને ઉત્તરવહીઓ મળી હોય ત્યારે નજીકમાં રેડ રોઝ હોટલવાળા મહેબુબભાઇ મુલતાનીના ધ્યાનમાં આવતા તેમને આ ૨૦-૨૫ જેટલી ઉત્તરવહીઓ હાઇવે પરથી મળી હોવાનું ધ્યાને આવ્યું હતું જે ઉત્તરવહીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એફ.વાય. બીએસસી નર્સિંગની હોવાનું માલુમ પડયું હતું આ ઉત્તરવહીઓ ૨૦૧૯ માં લેવાયેલ પરિક્ષાની હતી. આમ વીર નર્મદ યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે. આ યુનિવર્સિટી ૨૦૧૯ માં લેવાયેલી પરિક્ષાની ઉત્તરવહીનો નિયમ અનુસાર અને યોગ્ય રીતે નિકાલ કરી શકાઈ નથી અને સુરતની યુનીવર્સીટીની ઉત્તરવહીઓ વાંકાનેર હાઈવે પર રઝળતી જોવા મળી છે જે ઘટના અંગે વાંકાનેરના આગેવાને ટ્વીટરના માધ્યમથી મોરબી-સુરત કલેકટર તેમજ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને જાણ કરી રજૂઆત કરવામાં આવી છે તેમજ જવાબદારો સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.