આ વિસ્તારમાં લોકોને અફવા ન ફેલાવવા તથા સાવચેતી રાખવા માટે વાડી વિસ્તારમાં એકલા ન જવા બાળકો ને રેઢા ન મુકવા વેજ વાનગી નો એઠ જ્યા ત્યા ન નાખવા એના વાસણ ધોઈ લેવા સહિતની કાળજી રાખવા વન વિભાગનો અનુરોધ
મોરબીના રામગઢ કોયલી ગામની સીમમાં દિપડાએ દેખા દેતા વન વિભાગ દ્વારા આખી રાત પેટ્રોલીંગ પુખ્ત વયના દિપડાને ખેતરોમાં દેખાયો મારણ માટે આવ્યો હોવાનું અનુમાન ને પગલે લોકોને અફવા ન ફેલાવવા અને જાગુત રહેવા ફોરેસ્ટ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ ગજડી ગામની સીમમાં પણ દીપડા એ દેખા દીધી હોવાની માહિતી ગ્રામજનો પાસેથી મળી રહી છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના રામગઢ કોઈલી ગજડી ગામની સીમમાં જંગલી દિપડો ચડી આવ્યો હોવાની વિગતો સાંપડી હતી જેને ખેડૂતો દ્વારા ગઈ કાલે દિવસે ખેડૂતો એ દિપડો જોઈ ફોરેસ્ટ વિભાગ મોરબી ને જાણ કરતા ટિમ તાત્કાલિક ધટના સ્થાને પહોચી પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી જેમા દિપડો દેખાયો હતો અને પંજાના સગળ નિશાન પણ મળી આવ્યા હતા. જેને પગલે આ વિસ્તારમાં વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે સી જાડેજા, ટિમના જાબુચાભાઈ, પંડિતભાઈ, દુધરેજાભાઈ સહિતના આખી રાત પેટ્રોલિંગ કર્યુ હતું. જોકે ત્યાર બાદ કોઈ સગડ મળ્યા ન હતા.
ત્યારે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં લોકોને અફવા ન ફેલાવવા તથા સાવચેતી રાખવા માટે વાડી વિસ્તારમાં એકલા ન જવા બાળકો ને રેઢા ન મુકવા વેજ વાનગી નો એઠ જ્યા ત્યા ન નાખવા એના વાસણ ધોઈ લેવા સહિતની કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.
આ અંગે જે સી જાડેજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાથે વાત કરતા જણાવ્યું હતું કે એક દિવસ પહેલા કોઈલી નજીક દિપડો દેખાયો હતો અને પછી કોઈ સગડ નથી આ દિપડો મારણ માટે જામ જોધપુર કે વાકાનેરના અમરસરથી ચડી આવ્યો હોવાની શક્યતા છે જોકે અમે સતત પેટ્રોલીંગ કરી રહા છી. જોકે આ દિપડા એ કોઈ જગ્યાએ મારણ કર્યાં નુ હજી સામે આવ્યુ નથી સહિત ની વિગતો આપી હતી.