Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના રેઢા પડ નવલખી બંદર પર અસમાજિક તત્વોનો ડોરો:દેશને મોટું નુક્સાન થાય...

મોરબીના રેઢા પડ નવલખી બંદર પર અસમાજિક તત્વોનો ડોરો:દેશને મોટું નુક્સાન થાય તે પેહલા કાર્યવાહી જરૂરી

ગુજરાત રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે ત્યારે સૌથી લાંબા 1600 કિમી દરિયા કિનારાની સુરક્ષા માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના નવલખી બંદર પરનો દરિયા કિનારો પણ આવાજ આવારા તત્વોના કબ્જા માં હોવાની સ્થિતિ છે. ત્યારે નવલખી બંદર આમ તો કોલસા અને મીઠા ના કારોબાર માટે પ્રખ્યાત છે અને અહીથી દેશ વિદેશમાં દરરોજ કોલસાની આયાત અને મીઠા ની નિકાસ થાય છે પરંતુ આ કોલસા અને મીઠાના કારોબાર ની આડમાં કેટલાય કાળા ધોળા કારોબાર અહી ચાલી રહ્યા છે અને ધીરે ધીરે અસમાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે તેમજ હવે તો ડ્રગ્સ માફિયા ઓ ના ધ્યાનમાં પણ આ દરિયાઈ પટ્ટી આવી ગઈ છે.જેમાં ભુતકાળ માં ATS દ્વારા પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સ નવલખી દરિયા કિનારા નજીક આવેલ ઝિંઝૂડાગામ પાસેથી પકડી પાડ્યું છે. ત્યારે ગુજરાત ના મોટા ભાગના દરિયા કાંઠા પર કડક વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હોવાથી અસમાજિક તત્વો હવે રેઢા પડ દરિયા કાંઠા તરફ પોતાની નજર માંડી રહ્યા છે ત્યારે કરોડોનો કારોબાર કરતું નવલખી બંદર રેઢું પડ હોવું એ ચિંતાનો વિષય છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં આવતા નવલખી  બંદર પર અસામાજિક તત્વોની નજર પડી હોય તેવો ઘાટ સર્જાય રહ્યો છે અને આવા કામો કરતી સક્રિય ટોળકી નવલખી દરિયાઈ વિસ્તારોમાં અનેક ગેરકાયદેસર કામોને અંજામ આપી રહી છે .અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દ્વારકા,હર્ષદ ના દરિયા કાંઠે સરવે કરી ડીમોલિશન કર્યું હતું તે પ્રસંશનીય કાર્ય છે ત્યારે અસમાજિક પ્રવૃત્તિઓ દેશને નુકશાન કારક સાબિત થાય તે પેહલા મોરબી જિલ્લાના નવલખી બંદર નજીક પણ ડીમોલિશન કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે.જેમાં ખાસ ટીમ દ્વારા સર્વે કરી નવલખી દરિયાઈ સીમાને સુરક્ષિત કરવી જરૂરી બની છે.તેમજ નવલખી બંદર ખાતે ડીઝલ ચોરી,કોલસા ચોરીનું મોટું કૌભાંડ થતા હોવાની પણ લોક મુખે ચર્ચાઓ ચાલી રહી છે.તો કોલસા ચોરીની પણ અનેક ફરિયાદો માળીયા મી.પોલીસ મથકે નોંધાઇ ચૂકી છે.ત્યારે હાલ પણ નવલખી પોર્ટ પરથી કોલસા ચોરી,ડિઝલ ચોરીનું કરોડો રૂપિયાનું કોભાંડ ચાલુ હોવાના અણસાર સૂત્રો માંથી મળી રહ્યા છે.માળિયાં મી.ના નવલખી બંદર નો દરિયા કિનારો દ્વારકા,સલાયા,અને ક્ચ્છના દરિયા કિનારા ને પણ ટચ કરે છે. જેથી દરિયામાંથી આ વિસ્તારમાંથી અનેક ગેર કાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોવાની ચર્ચાઓ જોર શોરથી સ્થાનિકોમાં ચાલી છે તો બીજી બાજુ ડીઆરઆઇ અને કોસ્ટ ગાર્ડ તંત્ર પણ દરિયાઈ સુરક્ષા માં કોઈ ચૂક થવા દેવા માગતા નથી ત્યારે દરિયા પર એસઓજી ટીમ દ્વારા પણ અનેક જાગૃતતાના સેમિનાર યોજવામાં આવે છે. ત્યારે ગુજરાત ની સ્ટેટ મોનીટરીંગ સેલ પણ આવા ગુનાઓ ને ડામવા કમર કસી લીધી છે જેમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ પણ નવલખી પોર્ટ થી થોડા કિલોમીટર ના અંતર પર કરવામાં આવેલ પેટ્રોલપંપ અને કોલસા ના ધંધાઓ પર ખાનગી રાહે તપાસ કરે તો સત્ય બહાર આવી શકે એમ છે એટલું જ નહિ આવા ધંધાર્થીઓ પણ પોતે રાજકીય અને અધિકારીઓ સાથે સાંઠગાઠ ધરાવે છે તેવો મોભો ઊભો કરી સ્થાનિકોમાં ભય ઊભો કરવાં અને સસ્તી પ્રસિદ્ધિ કરવા પણ પ્રયત્નો કરતા જોવા મળે છે.આગામી સમય માં સ્થાનિક અને જામનગર જોડિયા સહિતના વિસ્તારમાં રહેતા સામાજીક આગેવાનો અને સ્થાનિકો દ્વારા આવા તત્વો વિરુદ્ધ પણ પુરાવાઓ સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવે તેવા પ્રબળ સંકેતો સાપડી રહ્યા છે. ત્યારે આવા સમય નો લાભ લઇ અધિકારીઓના નામ ફોટા સાથે સોશ્યલ મીડિયા માં જોડી કાળા કામ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે એ અત્યંત જરૂરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!