મોરબીમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. મોરબીના કેનાલ રોડ પાસે આવેલ એક સોસાયટીમાં મોદી રાત્રે આવી અમુક ઈસમો દ્વારા એક ઇનોવા કારમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જે ઘટનાને લઈ વાહન માલિક દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મોરબીનાં કેનાલ રોડ પર આવેલ નિર્મલ સ્કૂલ પાસે ક્રીષ્ટલ હાઈટ્સમાં રહેતા અને ટાઇલ્સનો વેપાર કરતા પ્રશાંત બોપલીયા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.10-01-2026 ના રોજ તેઓ દ્વારા તેમના પાર્કમાં GJ-36-AP-3399 નંબરની ઇનોવા કાર પાર્ક કરી હતી. જે કોઈ અજણ્યા શખ્સો દ્વારા રાત્રીના સમયે ઘસી આવી ફરિયાદીના પાર્કિંગમાં પાર્ક કરેલ કારનાં ડ્રાઈવર સાઈડનો કાચ તોડી નાખ્યો હતો. જે અંગે વાહન સાફ કરવા આવેલ શખ્સ દ્વારા જણાવવામાં આવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ત્યારે ફરિયાદના પગલે પોલીસે CCTV ના આધારે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









