મોરબીમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે એક લુખ્ખા તત્વે મોરબીમાં આવેલ વીશીપરા બીલાલી મસ્જીદ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. અને એક મહિલાના ઘરમાં ઘુસી છરી બતાવી રોફ જમાવ્યો હતો અને બાવડું પકડી ઉપાડી જવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાસે પ્રજાપત કારખાનામાં રહેતી રાજશ્રીબેન ધર્મેશભાઇ મેર નામની પરણિત મહિલા ગઈકાલે જયારે પોતાના પરિવાર સાથે ઘરે હતી. ત્યારે મોરબી પરસોતમ ચોક રહેતા તોફીકભાઇ ઇબ્રાહીમભાઇ ચાનીયા નામના શખ્સે પોતાના બે સાગરીતો સાથે મહિલાના ઘરે ધસી આવી ઘરમા પ્રવેશકરી ગાળો બોલી આપી પોતની પાસે છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવારજન સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર મારી ફરિયાદી તથા તેના પરિવારના અન્ય લોકો છોડાવવા વચ્ચે પડતા ફરિયાદી પરણિત મહિલા રાજશ્રીબેનનું બાવડુ પકડી ઉપાડી જવાની ધમકી આપતા સમગ્ર મામલે મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.