Friday, January 31, 2025
HomeGujaratમોરબીના ચકચારી બનાવમાં રાણીબા સહિત પાંચ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર

મોરબીના ચકચારી બનાવમાં રાણીબા સહિત પાંચ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર

મોરબીનો અનુસૂચિત જાતિનો યુવક પગાર માંગવા જતાં કંપનીના માલિક રાણી બા સહિત ૧૨ લોકો યુવકને બેફામ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો તેમજ મોઢામાં ચપ્પલ લેવડાવી યુવક પાસે ખંડણી માંગવા આવ્યો હોય તેવો વિડિયો બનાવડાવી લીધો હતો અને યુવકની સ્માર્ટ વોચ અને પાકીટ ની પણ લૂંટ ચલાવી હતી.ત્યારે આરોપી રાણીબાના સંભવિત ઠેકાણાઓ પર મોરબી પોલીસની વિવિધ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યુ છે.

- Advertisement -
- Advertisement -

આ દરમિયાન વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ,ઓમ પટેલ,રાજ પટેલ,પરીક્ષિત અને ડી.ડી.રબારી નામના આરોપીઓએ પોલીસ ધરપકડ થી બચવા મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જેની સુનાવણી આજે મોરબી સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત પાંચ આરોપીએ કરેલ આગોતરા જામીન અરજી નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!