Saturday, May 4, 2024
HomeGujaratરોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓ માટે “અનુબંધમ” વેબ-પોર્ટલ ઉપલબ્ધ

રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓ માટે “અનુબંધમ” વેબ-પોર્ટલ ઉપલબ્ધ

તા. ૦૬/૦૮/૨૦૨૧ ના રોજ “રોજગાર દિવસ” ના કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી દ્વારા રોજગાર વિનિમય કચેરીઓની સેવાઓ માટે “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને રોજગારલક્ષી તમામ સેવાઓ પોર્ટલ/વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in/home દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ થયેલ છે.

- Advertisement -
- Advertisement -

ઉમેદવારો સદર વેબ સાઇટ/પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને રોજગારીની માહિતી, ભરતી મેળામાં ઉપસ્થિતિ, ઈન્ટર્વ્યુ શીડ્યુલ, મેચ મેકીંગ વગેરે સેવાઓ મેળવી શક્શે. તેમજ નોકરીદાતાઓ/ઔદ્યોગિક એકમો/પેઢીઓ વગેરે જરૂરી એવો મેન-પાવર મેળવી શક્શે.

વેબ સાઇટ પર રસ્ટ્રેશન કરવા માટે તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને એક્મો/પેઢીઓ/સરકારી-અર્ધસરકારી કચેરીઓ/સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ/ગ્રાંટ ઇન એઇડ સંસ્થાઓ/શૈક્ષણિક સંસ્થાઓ, નોકરીદાતાઓએ રોજગાર વિનિમય કચેરી,મોરબી ખાતે ઉપસ્થિત રહેવાથી વિના મૂલ્યે રજીસ્ટ્રેશન થઇ શક્શે. વઘુ વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૩૯૦૩૯૦ અથવા ફોન નં. ૦૨૮૨૨ ૨૪૦૪૧૯ નો સંપર્ક સાધવા રોજગાર અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!