હળવદ પીજીવીસીએલ ના કાર્યપાલક ઇજને અને નાયબ ઇજનેરે હળવદ શહેર તથા ગ્રામ્યના લોકોને બાકી બિલની રકમ ચૂકવવા અપીલ કરી હતી
હળવદ શહેર અને ગ્રામ્ય પંથકના લોકોને વધુમાં વધુ સોલર સબસીડીનો લાભ લેવા પણ જણાવ્યું
આપણી રોજિંદા જીવનમાં વિજળીનુ મહત્વ છે ત્યારે વિજળી વિભાગનું બિલ ભરપાઈ કરવું એ પણ નાગરીકોની ફરજ છે ત્યારે આજે હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે કાર્યપાલક ઈજનેર કે.જે.પાધડાલ દ્વારા માર્ચ મહિનો હોવાથી વીજળીના બાકી નિકળતા નાણા ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે વીજળીનો વપરાશ કર્યો હોય તેનું બિલ ભરવું નૈતિક જવાબદારી છે અને વહેલી તકે વીજ બિલ ભરવા ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો હતો જેથી કરીને આપને મળતો વીજ પુરવઠો પૂર્વવત ચાલુ રહે.શહેર અને ગ્રામ્ય પંથકના લોકોને ઘરે ઘરે સોલાર લગાવવા માટે પણ અપીલ કરી હતી જ્યારે પણ કાંઈ પણ માહિતીની જરૂર પડે તો હળવદ પીજીવીસીએલ નો કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું.કાયૅપાલક ઈજનેર કે.જે.પાધડાલ,અને નાયબ ઇજનેરે જે.એલ બંરડા દ્વારા શહેરના અને ગ્રામ્ય પંથકના લોકોને અપીલ કરી હતી.