Monday, July 28, 2025
HomeGujaratમોરબીની ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલને વિજેતા બનાવવા અપીલ

મોરબીની ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલને વિજેતા બનાવવા અપીલ

મોરબીમાં 11 સભાસદથી શરૂ થયેલી અને હાલ 452 સભાસદો ધરાવતી અને છેલ્લા 34 વર્ષથી પારદર્શક રીતે ચાલતી ગ્રામ્ય શિક્ષક મંડળીની “સહકાર” પેનલનો વિજય નિશ્ચિત

- Advertisement -
- Advertisement -

મોરબીમાં શિક્ષકો માટેની, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી મંડળી શિક્ષક શરાફી મંડળી સ્થાપના વર્ષ:- 1991/92 માં 11 અગિયાર સભ્યોથી શરૂ થયેલી મંડળીએ છેલ્લા 34 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી હાલ 452 સભાસદો ધરાવતી અને શિક્ષકોને એમના સંતાનોના અભ્યાસ અર્થે,સંતાનોના લગ્ન પ્રસંગે રૂપિયા 1800000/- અંકે રૂપિયા અઢાર લાખનું માતબર ધિરાણ આપી મોટાભાઈની ગરજ સારી રહી છે,RDC બેંક પાસેથી ૧૧% એ લોન મેળવી સભાસદોને ૧૧.૨૫% એ ધિરાણ આપવામાં આવે છે,અને શેર પર સહકારી કાયદા મુજબ મહતમ ૧૫ ટકા ડિવિડન્ડ આપવામાં આવેલ છે.

ફરજીયાત બચત પર ૧૦% વ્યાજ ચૂકવેલ છે,તેમજ સભાસદના કુદરતી મૃત્યુ વખતે ૧૫૦૦૦૦/- એકલાખ પચાસ હજાર અને અકસ્માત વીમો ૧૫૦૦૦૦૦/- અંકે પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે.દર વર્ષે મંડળીના નફામાં ઉતરોત્તર વધારો થતો જાય છે ચાલુ વર્ષે રૂપિયા 5100000/- એકાવન લાખનો માતબર નફો કરેલ છે, દર વર્ષે વાર્ષિક સાધારણ સભામાં મંડળીના તમામ લેખા જોખા હિસાબો તમામ સભાસદો સમક્ષ રજુ કરી બહાલી આપવામાં આવે છે,સભાસદોને ભેટ જરૂરિયાત મુજબ વ્યવસ્થાપક સમિતિએ સર્વાનુમતે નક્કી કર્યા મુજબ આપવામાં આવે છે, સભાસદોના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવે છે, મંડળીનું દરવર્ષે એ.જી.ઓડિટ કરવામાં આવે છે,હાલની સહકાર પેનલના મોટા ભાગના ઉમેદવારો પુરી નિષ્ઠા અને પારદર્શક રીતે મંડળીનો વહીવટ કરી રહ્યા છે, કેટલાક વિઘ્ન સંતોષી લોકો સિવાય તમામ સભાસદો વ્યવસ્થાપક કમિટીના કામથી મંડળીના વહીવટથી સંતોષ હોય તેમજ મંડળીમાં વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થતું હોય સહકારી ક્ષેત્રમાં વહીવટી કુશળ, મંડળીના નિયમો પેટા નિયમોના જાણકાર લોકો હોવા જરૂરી છે, નવા નિશાળીયા માટે મંડળી ચલાવવી કઠિન કામ છે, વર્ષોથી મોરબી ગ્રામ્ય મંડળી સમરસતાથી ઈલેક્શન નહીં પણ સિલેક્શનથી ચાલતી હતી પણ મુઠ્ઠીભર લોકોના ગજગ્રાહ અને હઠાગ્રહના કારણે સહકારી ક્ષેત્રમાં ચૂંટણીની નોબત આવી હોય, સૌના સાથ, સૌના સહકાર અને સૌના વિશ્વાસથી રચાયેલી અનુભવી સહકાર પેનલનો વિજય નિશ્ચિત હોય આગામી 3,ત્રીજી ઓગસ્ટના રોજ સવારે 9.00 થી 5.00 વાગ્યા સુધી દ્વારકાધીશ હોલ, એસ.પી.રોડ મોરબી ખાતે યોજાનાર ચૂંટણીમાં તમામ સભાસદોને મંડળીના હિત ખાતર,મંડળીના સુચારુ સંચાલન માટે સહકાર પેનલના ઉમેદવારોને મત આપી જંગી બહુમતિથી વિજેતા બનાવવા અપીલ કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!