Monday, July 28, 2025
HomeGujaratમોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીમાં પરિવર્તન પેનલને વિજેતા બનાવા અપીલ

મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીમાં પરિવર્તન પેનલને વિજેતા બનાવા અપીલ

જેમાં પરિવર્તન પેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આદરણીય, સભાસદ મિત્રો,
આપણી શિક્ષક શરાફી મંડળીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેનાથી આપ સર્વે મિત્રો અવગત હશો.મોરબી શિક્ષક શરાફી મંડળીમાં સભાસદોને અન્યાય થતો હોય અને મોટાભાગના સભાસદોને મંડળીના મેનેજમેન્ટ થી અસંતોષ થતો હોય માટે અમોએ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે.જેમાં નીચે મુજબના મુદ્દાઓનું અમો દ્વારા સંતોષકારક રીતે નિરાકરણ કરવાની ખાતરી આપીએ છીએ.

- Advertisement -
- Advertisement -

1. મંડળીમાં સભાસદોને ભેટ બાબત. મંડળીમાં સભાસદોને જાણ કર્યા વગર ગમે તે ભેટ આપી દેવામાં આવે છે.જેમાં પતિ પત્ની બંને નોકરી કરતા હોય તેને યોગ્ય ન હોય તો પણ ભેટ સ્વીકારવી પડે છે. અમારા દ્વારા દરેક સભાસદના રિવ્યુ લઈને બધાની અનુકૂળતા મુજબ ભેટ આપવામાં આવશે જેની ખાતરી આપવામાં આવે છે.
2. દરેક ચૂંટાયેલા સભ્યોને 3,000 જેવી માતબર રકમની ભેટ આપવામાં આવે છે .જે ભેટ બંધ કરવામાં આવશે.
3. મંડળીમાં મંત્રીને પગાર આપવામાં આવે છે. મંડળી સેવાનું માધ્યમ હોય તેનો પગાર અડધો કરવામાં આવશે.
4. મંડળી નો વહીવટ ઘણી જગ્યાએ પારદર્શક હોય એવું લાગતું નથી, જેમ કે ઘણા બધા ખર્ચ સમજાય તેવા નથી. તેમાં પારદર્શકતા લાવવામાં આવશે અને દરેક સભાસદને તેના વહીવટ વિશે માહિતગાર કરવામાં આવશે.
5. મંડળીના બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકવામાં આવશે. અને સભાસદોને જ્યાં અન્યાય થતો હોય કે અસંતોષ હોય, ત્યાં તેનો અવાજ ઉઠાવવામાં આવશે.
6. મંડળીમાં સભાસદોને 11% એ લોન આપવામાં આવે છે. મંડળી આપણી બધાની છે લોન જેની જરૂરિયાત હોય તે લોકો લેતા હોય છે.માટે લોનનું વ્યાજ 10.50 ટકા કરવામાં આવશે .
7. મંડળી જે નફો કરશે તેમાંથી દરેક રકમનું યોગ્ય વળતર લોનમાં અને થાપણ ઉપર આપવામાં આવશે. જેની ખાત્રી આપીએ છીએ.
8. દરેક નિવૃત્ત સભાસદનું મંડળીના માધ્યમથી સન્માન કરવામાં આવશે.
9. મંડળીમાં દરેક શિક્ષકને સભ્ય બનવા માટે લોન લેવી પડે છે અથવા તો થાપણ મુકવી પડે છે પરંતુ આપણે હવેથી જે લોકોને સભ્ય બનવું હોય તેને નિયમ મુજબની કપાત કરીને મંડળીના સભાસદ બનાવીશું
સહકાર આપવા સર્વે સારસ્વત મિત્રોને નમ્ર વિનંતી કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!