મોરબી સીરામીક એસોસિએશનની રજુઆતને પગલે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને સાંસદ કુંડારિયાએ અધિકારીઓની મીટીંગ બોલાવી હયાત યુનિટો માટે લોડ વધારવા અને નવા યુનિટો માટે નવા નેટવર્કનું પ્લાનીંગ કરવાની સૂચના આપી હતી. સાંસદ મોહનભાઇ કુંડારિયાના જણાવ્યા મુજબ મોરબી સિરામિક એસોસિએશનની રજુઆતને ધ્યાનમાં લઈને મોરબીની અંદર નવી આવતી ઈન્ડસ્ટ્રીઝ અને હયાત વીજ જોડાણમાં લોડ વધારો કરતા ઉદ્યોગોને તાત્કાલિક પાવર મળી રહે તે માટે મોરબી એરિયાના વીજ માળખાનું તાત્કાલિક પ્લાનીંગ કરવું જરૂરી હોય કારણ કે મોરબીની અંદર સિરામિક અને અન્ય ઉદ્યોગોના ઘણા નવા યુનિટો આવી રહ્યો છે. તે માટે મંત્રી સૌરભભાઈ પટેલને સાંસદ તથા લોકોના પ્રતિનિધિ તરીકે રૂબરૂ લેખિત રજુઆતો કરતા મંત્રીએ અધિકારીઓની તાત્કાલિક મીટીંગ બોલાવી હતી. મોરબીમાં નવા ઉદ્યોગોને તાત્કાલિક કનેકશન મળે તે માટે નવું નેટવર્કનું પ્લાનીંગ કરવા કામગીરી શરુ કરાવવામાં આવી છે.
જે નવા ઉદ્યોગો પ્લાનીંગમાં છે અને હયાત વીજ જોડાણમાં લોડ વધારો કરવા ઈચ્છે છે તેવા ઉદ્યોગોને એક વર્ષમાં જેઓને વીજળીની જરૂરત પડવાની છે, તેઓએ તાત્કાલિક સિરામિક એસોસિએશનને પોતાની ડિમાન્ડની જાણ કરવામાં આવે તો જેનું નવું પ્લાનીંગ કરવા જઈ રહ્યા છે. તો નેટવર્કમાં તે ઉદ્યોગોને સમાવેશમાં લઇ શકાય એટલા માટે નવા પ્લાનીગમાં સરળતા રહે તો આ અંગે તાત્કાલિક ઉદ્યોગકારોને અમલ કરવા તેઓએ અપીલ પણ કરી છે.