Wednesday, January 15, 2025
HomeGujaratમાળીયા(મી) માં કન્યાશાળામાં ટાંકો તૂટવાની ઘટનાને પગલે એબીવીપી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ

માળીયા(મી) માં કન્યાશાળામાં ટાંકો તૂટવાની ઘટનાને પગલે એબીવીપી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા માળીયા(મી) ની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના વિરૂદ્ધ તેમજ વિદ્યાર્થીઓ ને અકસ્માત નો ભોગ બનતા અટકાવવા આગમચેતી પગલા લેવા માટે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં જણાવ્યું હતું કે આજ રોજ મોરબી જિલ્લા ના માળિયા તાલુકા ની કન્યા શાળા માં વર્ષો જુનો ભોય ટાંકા ની છતનો ભાગ તુટી પડતા શાળા ની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકા મા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકા ને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે કદાચ આ વિદ્યાર્થી ઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ?

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા મોરબી જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગી મા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો જે મોજુદા શાળા માં હોય તો તેને તાત્કાલિક અસર થી દુર કરાવવી ભવિષ્ય માં અકસ્માત ન સર્જાય તેમજ વિદ્યાર્થીઓ નાં જાન અને જોખમ ઉભુ ન થાય તેવા પગલા લેવા મોરબી જિલ્લા કલેકટર જે.બી પટેલ ને અનુરોધ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!