ઓરડીની બાજુમાં પણ પાકી કેબીન કરી વધારાનું દબાણ કર્યાનો અરજીમાં ઉલ્લેખ
મોરબી રાજવી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રફાળેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુમાં કરેલ દબાણ હટાવવા અનેકો વખત સરપંચ સહિત જવાબદાર અધિકારીઓને અનેકો વખત રજુઆત કર્યા બાદ પણ દબાણ હટાવવા કોઈ પગલાં ન લેવાતા ટ્રસ્ટીઓ દ્વારા જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી જેનો હાલ કોઈ નિર્ણય ન આવ્યો હોય ત્યાં ફરી રફાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ટ્રસ્ટની માલીકીની ઓરડીના ગામના જ એક માથાભારે શખ્સે તાળા તોડી તેને બારોબાર કોઈકને ભાડે આપી હોય જે હટાવવાનું કહેતા માથાભારે શખ્સ દ્વારા તમારે જેને કહેવું હોય તેને કહી દો તેવી ધમકી આપી હોય જેથી સમગ્ર બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં માથાભારે શખ્સ વિરુદ્ધ નામજોગ અરજી-રૂપે ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શ્રી મહારાજા શ્રી લખધીરજી એન્ડા. ટ્રસ્ટ સંચાલીત શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. મંદિરના ગેટની બાજુમા ટ્રસ્ટની કુલ ૧૧ ઓરડીઓ આવેલ છે. તેમાં ૧ થી ૫ નંબરની ઓરડીઓ ખાલી છે જે ટ્રસ્ટના કબજામાં છે. જે ટ્રસ્ટની માલિકીની છે. જેમાં પાંચમાંથી ચાર ઓરડી પડી ગયેલ છે. જેમાં એક ઓરડી રહેવા જેવી છે. જેને તાળું મારીને રાખેલ તો બે-ત્રણ દિવસ પહેલા રફાળેશ્વરના કોળી મગાભાઇ જેનો મોબાઇલ નંબર ૯૯૨૫૯ ૮૫૩૨૯ છે તેઓએ મકાનના તાળા તોડી અમુક બહારના માણસોને ભાડે આપી દીધેલ છે તથા ઓરડીની બાજુમાં રોડ ઉપર મોટી પાકી કેબીન કરી દીધેલ છે જે હટાવતા નથી અને કહેવા જઇએ તો ‘તમારાથી થાય એ કરી લો’ એવી ધમકીઓ આપતા હોય જેથી આ અંગે યોગ્ય કરવા વિનંતીસહ અરજી કરવામાં આવી છે.