Sunday, November 24, 2024
HomeGujaratઅનુસુચિત જાતિના કલાકારોની લોકનૃત્યની તાલીમ શિબિર માં ભાગ લેવા માટે જિલ્લા યુવા...

અનુસુચિત જાતિના કલાકારોની લોકનૃત્યની તાલીમ શિબિર માં ભાગ લેવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીને અરજી કરી શકાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અનુસુચિત જાતિના કલાકારોની લોકનૃત્યની તાલીમ શિબિર યોજાનાર છે.

- Advertisement -
- Advertisement -

આ શિબિરમાં ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતાં અનુસુચિત જાતિના કલાકારો જ ભાગ લઈ શકશે. મધ્ય ગુજરાત પ્રદેશકક્ષાની શિબિરનું આયોજન ખેડા-નડિયાદ ખાતે તા. ૨૧ નવેમ્બર ૨૦૨૧ થી ૨૬ નવેમ્બર ૨૦૨૧ દરમ્યાન યોજાશે. જેમાં મોરબી જિલ્લાના ઇચ્છુક કલાકારો ભાગ લઈ શકશે.

આ શિબિરમાં ભાગ લેવા માટે સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, કલાક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્ત વિગત લખી જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઇ-મેઈલ આઈડી: [email protected] પર તા. ૧૮/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!