Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના કોટડાનાયાણીથી-વાલાસણ રોડનું કામ નબળું થતા સરપંચ સહિતના અગ્રણીઓ દ્વારા કાર્યપાલક ઈજનેરને...

વાંકાનેરના કોટડાનાયાણીથી-વાલાસણ રોડનું કામ નબળું થતા સરપંચ સહિતના અગ્રણીઓ દ્વારા કાર્યપાલક ઈજનેરને આવેદન

વાંકાનેર તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક નિર્માણ યોજના હેઠળ કોટડાનાયાણી ગામથી વાલાસણ રોડ બનાવવામાં આવ્યો હોય જે રોડનું કામ નબળું થયું હોય જેથી ગામના સરપંચ રતનબા વિજયસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા જીલ્લા પંચાયત કચેરી ખાતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવવામાં આવ્યું છે. આવેદન પાઠવતાં તેઓએ જણાવ્યું છે કે કોટડાનાયાણીથી વાલાસણ ગામ વચ્ચે રોડ બન્યાને છ માસનો સમય વીત્યો નથી ત્યારે ડામર અને કાંકરી છૂટી પડી ગયા છે રોડની સાઈડ બાંધેલ નથી જેથી કપચીઓ અલગ પડી ગયેલ છે ૧૫૦ એમ એમ જી.એસ.બી. નાખવાની હતી જે રોડ ૬ કિમી નો થાય તેના બદલે માત્ર ગુણવંતરાયની વાડીથી મહેન્દ્રસિંહની વાડી સુધી જી.એસ.બી નાખેલ છે માત્ર અડધા કીમીમાં જીએસબી નાખેલ છે બાકી સાડા પાંચ કીમીમાં ક્યાય જીએસબી નાખી નથી, ૫૦ એમએમ ડામર પાણા નાખવાના હતા તે નાખેલ નથી માટીકામ થયેલ નથી, રોડમાં ૨૦ એમએમના બદલે ૧૦ એમએમની બી ટૂ મીનસ કાર્પેટ બનાવી નાખેલ છે ડામર ઓરીજીનલ નથી જે ખામીઓને કારણે રોડ છ માસમાં બિસ્માર થયો છે નાળાની સંખ્યા ૧૦ ને બદલે ૯ નાલા બનાવેલ છે. આમ રીસર્ફેસિંગ ઓફ વાલાસણ ટૂ કોટડાનાયાણી એપ્રોચ રોડ રૂ ૧.૬૬ કરોડના ખર્ચે મંજુર થયેલ જે રોડનું કામ નબળું હોય જેથી તાકીદે નવેસરથી કામ કરવા અને ખોટી રીતે કામ થયેલ હોય જેથી જવાબદારો સામે પગલા ભરવા અને કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!