Friday, December 27, 2024
HomeGujaratખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા અંગેની સહાય મેળવવા અરજી કરી શકાશે

ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા અંગેની સહાય મેળવવા અરજી કરી શકાશે

અરજી ફોર્મ ખેલો ઈન્ડિયા વેબસાઇટ પરથી મેળવી શકાશે

- Advertisement -
- Advertisement -

ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ “ખેલો ઈન્ડિયા સેન્ટર(KIC’s)” જિલ્લા કક્ષાએ શરૂ કરવા માટે યોજના અમલમાં છે

“ખેલો ઈન્ડિયા સેન્ટર(KIC’s)”માં તાલીમ માટે ઓલમ્પિક – ૨૦૨૪ને ધ્યાને લઈ (આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટીંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિશ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી) જેવી ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ખેલો ઈન્ડિયા સેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દીઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓ લાભ લઈ શકશે. આ ખેલો ઈન્ડિયા સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ એક વખત મળવાપાત્ર શરૂઆતી સહાય રૂપિયા પાંચ લાખ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન,નવા રમતના સાધનો ખરીદી કરવા,સ્પોર્ટ્સ કીટ,સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂપિયા પાંચ લાખ રહેશે.

ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર મોરબીમાં ખેલો ઈન્ડિયા સેન્ટર(KIC’s) શરૂ કરવા અંગે ભારત સરકાર અને ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્વારા કલેક્ટર મારફત યોગ્ય લાયકાત ધરાવતી શાળાઓ, સંસ્થાઓ પાસેથી દરખાસ્ત મંગાવેલ છે જેમાં ભૂતપૂર્વ વિજેતા ખેલાડીઓ કે જેઓ હાલ રમતનું પ્રશિક્ષણ આપતા હોય અને પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી એકેડમીઓ, સંસ્થાઓ, શાળાઓએ પોતાની દરખાસ્તો (વધુમાં વધુ ત્રણ રમત માટે) જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં ૨૫૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે તા.૨૭/૦૫/૨૦૨૧ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે. ભૂતપૂર્વ ખેલાડીઓ તથા સંસ્થાઓએ રજીસ્ટ્રેશન આઈ.ડી. મેળવેલ હોવો જોઈએ. ઓનલાઈન આઈ.ડી. nsrs.kheloindia.gov.in પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે. અરજી ફોર્મ ખેલો ઈન્ડિયા વેબસાઇટ પરથી મેળવી શકાશે. વધુ માહિતી ૯૭૧૪૯ ૦૪૬૬૯ ઉપર મેળવી શકાશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!