બ્રહ્મ કર્તવ્ય અને બ્રહ્મસમાજના સેવાકીય કાર્યોનાં ઉત્થાન અર્થે સમાજ ઉપયોગી પ્રવૃતિ અને બ્રાહ્મણોનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાચિત્વ પરિપૂર્ણ કરવા અર્થે રાષ્ટ્રીય પરશુરામ સેના રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. ત્યારે શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં મોરબી જીલ્લા સમિતિના હોદ્દેદારોની નિમણુંક અને કારોબારીની રચના કરવામાં આવી છે.
આજરોજ શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો. જૈનિલ ગોરની અધ્યક્ષતામાં કચ્છ-મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પરશુરામ સેનાના હોદ્દેદારો અને કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ મોરબી જીલ્લા સમિતિમાં ત્રણ એડવોકેટની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ મિતેષ દિલીપકુમાર દવે, ઉપ પ્રમુખ તરીકે એડવોકેટ દર્શન દિલીપકુમાર દવે તથા મહામંત્રી તરીકે એડવોકેટ કપિલદેવ વસંતલાલ પંડ્યાની વરણી કરવામાં આવી છે.