Tuesday, November 26, 2024
HomeGujaratરાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળા અંતર્ગત અમદાવાદમાં મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને એપ્રેન્ટીસ ભરતી...

રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળા અંતર્ગત અમદાવાદમાં મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એપ્રેન્ટીસ ભરતી મેળા-2021 નો શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રારંભ કરાવ્યો હતો આ તકે તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને વધુ કૌશલ્યવાન બનાવવા તાજેતરમાં  વિધાનસભા માં “ધ કૌશલ્ય યુનિવર્સિટી”ના નિર્માણ અર્થે વિધેયક પસાર કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અમદાવાદ શહેરના શિલજ વિસ્તારમાં નિર્માણ પામનારી ધ કૌશલ્ય યુનિવર્સિટી ગુજરાતના અનેક યુવાનોનાકૌશલ્યવર્ધન વિકાસમાં અહમ ભૂમિકા ભજવશે તેવો મંત્રી બ્રિજેશ મેરજાએ ભાવ વ્યક્ત કર્યો હતો.કૌશલ ભારત , કુશળ ભારતના નેજા હેઠળ આજે રાષ્ટ્રીય સ્તરે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે જ ગુજરાતમાં પણ 40 જેટલા સ્થળોએ એપ્રેન્ટિસ ભરતી મેળા યોજીને વધુમાં વધુ યુવા રોજગાર વાંચ્છુકોને રોજગારી ઉપલબ્ધ કરાવવના ભગીરથ પ્રયાસ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા હોવાનું મંત્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યું હતુ.

ગુજરાત રાજ્ય રોજગારી આપવામાં સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યો છે તેમ જણાવી તેઓએ ઉમેર્યુ કે રાજ્યમાં બેરોજગારી દર પણ ખૂબ જ નજીવો એટલે કે ફક્ત 2 ટકા જેટલો જ રહ્યો છે.દેશભરમાં ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં મરીન આઇ.ટી.આઇ. આવેલી છે જે પોતાની કામગીરી માટે દેશભરમાં વિખ્યાત બની હોવાનું તેઓએ ઉમેરેયુ હતુ. ગુજરાત રાજ્યના વિકાસનો રથ આગળ ધપાવવા સરકાર કટિબધ્ધ હોવાનું મંત્રી બ્રિજેશ મેરજાએ દ્ગઢતાપૂર્વક કહ્યુ હતુ.જેમ ગુજરાત દેશનું સ્કીલ કેપિટલ તરીકે ઉભરી આવ્યું છે તેમ વટવા ઔધોગિક વસાહત વિસ્તાર ગુજરાતનું સ્કીલ કેપિટલ બને તેવો ભાવ પ્રદિપસિંહે વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!