Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ભડાકા...

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ભડાકા કર્યા

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા ભોગ બનનારના ઘરે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રિવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કરવામાં આવી જાનથી મારી નકજવાની ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બંને વ્યાજખોર પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુજરાત નાણા ધીરધાર તથા આર્મ્સ એક્ટ, જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા ફરિયાદી રીટાબેન ગોરધનભાઈ માંડવીયાના પતિએ પરિવારમાં આર્થિક જરૂરિયાતને કારણે અરણીટીંબા ગામમાં જ રહેતા ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા પાસેથી એક વર્ષ પહેલા ૨૦,૦૦૦/- રૂપીયા માસીક પાંચ ટકાના દરે વ્યાજે લીધેલ હોય જે એક મહીના પહેલા ગોરધનભાઇએ આરોપી ધર્મેન્દ્રસિંહને હીસાબ કરી રૂ.૩૬,૦૦૦ વ્યાજ સહીત ચૂકવી દીધેલ હોય તેમ છતા આરોપી ધર્મેન્દ્રસિંહેએ ફરીયાદીના ઘરે જઇ વ્યાજના વધુ ૩૦૦૦ રૂપીયાની બળજબરથી ઉઘરાણી કરી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યા ગયા બાદ આરોપી જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ કાળા કલરની ૭૧૧૧ નંબરની ફોરવ્હીલ કાર લઇ આવી ગોરધનભાઇને કહ્યં કે મારા પિતાની સામે કેમ બોલેલ છે. તેમ કહી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસેની પોતાના પિતાએ આપેલ રીવોલ્વરથી હવામાં ફાયરીંગ કરી ફરીયાદી તથા સાહેદોને ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ભોગ બનનારના પત્ની રીટાબેન ગોરધનભાઈ માંડવીયાએ આરોપીઓ ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા તથા આરોપી જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પિતા-પુત્ર સામે આઇપીસી કલમ-૩૮૭, ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબતનો અધીનિયમ તથા આર્મસ-એક્ટ કલમ તેમજ જી.પી.એક્ટ મુજબ ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!