મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી માં રહેતા અને સોપારીનો વ્યવસાય કરતા અલ્પેશભાઇ જેન્તીભાઈ પરસાણીયા (ઉ.વ.૩૮) વાળા ગત તા.૧૧ જૂનના રોજ બપોરના સમયે ઘરેથી કોઈને કાઈ કહ્યા વગર નીકળી ગયેલ જે આજદિન સુધી પરત ન ફરતા તેમની પત્ની એ મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકને જાણ કરતા પોલીસે ગુમશુદા નોંધ કરી વેપારી ની શોધખોળ આદરી છે.
ઉપરોક્ત વેપારી ની ઓળખ જોઈએ તો તેમને જમણા હાથમાં ધાતુનો વીંટી પહેરેલ છે તાલમાં પીળી ધાતુની માળા પહેરેલ છે અને ડાબા કાનમાં સફેદ હીરાની કડી પહેરેલ છે .