મોરબી તાલુકાના રફાળેશ્વર ખાતે આજે અમાસના દિવસે લોકમેળાનું આયોજન થતું હોય છે જેમાં હજારો માણસોની મેદની ઉમટી પડતી હોય છે અને આવડી મેદનીમાં નાના મોટા ઝઘડા થવાના બનાવો બનતા હોય છે પરંતુ આજે બે પક્ષ વચ્ચેના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા સશસ્ત્ર મારામારી થવા પામી હતી.
જેમાં રફાળેશ્વર પાસે ઉમા મોટર્સ નામના ગેરેજ પાસે બે પક્ષો વચ્ચે ધોકા અને કુહાડી જેવા હથિયારો સાથે મારામારી થઈ હતી જેમાં બન્ને પક્ષોના પાંચ લોકોને ઈજાઓ થઇ હતી જેમાં ગેરેજ સંચાલક દશરથભાઇ માધુભાઈ માકાસણા,અંતિમસિંહ બનેસિંહ જાડેજા,નિલરાજસિંહ બનુભા જાડેજા અને નવઘણભાઈ ધારાભાઈ ભરવાડ ને ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે મોરબી સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેમજ સામાં પક્ષે અજય જગદીશ ચૌહાણ નામના શખ્સને ઈજાઓ પહોંચતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.