Thursday, October 1, 2026
HomeGujaratસેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજરોજ મોરબીમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાશે

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજરોજ મોરબીમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાશે

મારો દેશ, મારું અભિમાનની ભાવના સાથે કારગિલ યુદ્ધના વીરો અને તેમના પરિવારોને સન્માનિત કરાશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ તા.૦૧/૧૦ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે નવયુગ સંકુલ વિરપર મોરબી ખાતે સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાશે.

સૈનિક કલ્યાણ બોર્ડ રાજકોટના સહયોગથી યોજાનાર સૈનિકોના સન્માન માટેના આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના વીરો અને તેમના પરિવારોને સન્માનિત કરવામાં આવશે, જેમાં મંત્રી, જીલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત આપણા વીર સૈનિકો અને તેમના પરિવારના સન્માન કાર્યક્રમમાં મોરબીના દરેક દેશપ્રેમી નાગરિકોને આવવા મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!