મોરબીના વતની અને આર્મીમેન કણઝારીયા ધીરજલાલ દેશ સેવા કરી નિવૃત્ત થતા વતન ખાતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.જેમણે અનેક સંવેદનશીલ જગ્યાએ પોતાના જીવ ને જોખમમાં મુકીને વીસ વર્ષ સુધી દેશ સેવા કરી છે.
મોરબીના વાવડી રોડ ગણેશનગર ખાતે રહેતા અને મૂળ વતન શારદાનગર ના કણઝારીયા ધીરજલાલ 12 ગ્રેનેડિયર્સ, ગ્રેનેડિયર્સ રેજીમેન્ટ જબલપુર માં ૨૦ વર્ષ દેશ સેવા કરી નિવૃત્ત થઈને આવતા વતન ખાતે તેઓનું સ્વાગત સન્માન કરવામાં અવ્ય હતું.
જેઓએ ફરજ દરમિયાન રાજસ્થાન – 3 વર્ષ, પૂંછ જમ્મુ-કાશ્મીર – 3 વર્ષ, પંજાબ – 1 વર્ષ, શ્રી નગર જમ્મુ-કાશ્મીર – 3 વર્ષ, હરસિલ ઉત્તરા ખંડ – 3 વર્ષ, ભૂટાન – 6 મહિનો, કાજલગાંવ આસામ- 1 વર્ષ, ઉમરોઈ મેઘાલય – 3 વર્ષ, ઉરી શ્રી નગર – 2 વર્ષ દરમિયાન છેલ્લું પોસ્ટિંગમાં કુલ ભારતીય સૈન્ય સેવા – 20 વર્ષ 3 મહિના કરી સેવા નિવૃત્ત થતાં વતન ખાતે ઢોલ નગારા સાથે નિવૃત્ત આર્મી મેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.