મોરબી પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના મુજબ એલસીબી પીઆઈ વી. બી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ પેરોલ ફ્લો સ્કવોડનાં પો. કોન્સ. જયેશભાઈ વાઘેલા તથા બ્રિજેશભાઈ કાસુન્દ્રાને ખાનગીરાહે મળેલ હકીકત આધારે પેરોલ ફલો સ્કવોડ ટીમે મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં. ૫૭૫૩/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫એઈ, ૧૧૬બી, ૮૧,૯૮ મુજબના કામનાં નાસતા ફરતાં આરોપી સમીર અશ્વિનભાઈ દેસાઈ (જૈન વાણીયા) રહે. મુળ બી/૨૭ વિનાયક એપાર્ટમેન્ટ, નહેરુ પાર્ક, જુનાગઢ હાલ. સોલડી-ચુલી હાઈવે, જય ગીરનારી કાઠિયાવાડી હોટલ તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર વાળાને આજરોજ હળવદ-ધ્રાંગધ્રા હાઈવે કોયબા ગામનાં પાટીયા પાસે આવેલ તુલસી હોટલથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો.
આ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, એએસઆઈ હિરાભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, રસીકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશીકભાઇ મારવાણીયા, કોન્સ. જયેશભાઈ વાધેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સહદેવસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા સહિતનાઓએ કામગીરી બજાવી.