ટંકારા પોલીસ દ્વારા ફેટલ અકસ્માતના વણ શોધાયેલ કેસમાં ગુન્હેગારને પકડી પાડવામાં આવ્યો છું. જેમાં આરોપીને પકડવા માટે પોકેટ કોપ સર્ચ, સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ માધ્યમ તેમજ હ્યુમન સોર્સથી માહીતી મળી કે ગુન્હામા અકસ્માત કરી નાસી જનાર ટેન્કર ચાલક રજી.નંબર- જી.જે.૦૩- બી.વી ૯૯૨૬ વાળો હતો. જે આરોપી ભુપતભાઇ રાયધનભાઇ બોરીચાની તા.૦૭/૧૦/૨૦૪ ના રોજ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં બનતા અકસ્માતના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના આપી હતી. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમા અકસ્માતનો વણશોધાયેલ ગુન્હો દાખલ થયેલ હતો.જે હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વાય.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુન્હેગારને શોધવા પોકેટ કોપ સર્ચ,સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ માધ્યમ તેમજ હ્યુમન સોર્સથી માહીતી મળી કે ગુન્હામા અકસ્માત કરી નાસી જનાર ટેન્કર ચાલક રજી.નંબર- જી.જે.૦૩- બી.વી ૯૯૨૬ વાળો હતો. જે આરોપી ભુપતભાઇ રાયધનભાઇ બોરીચાની તા.૦૭/૧૦/૨૦૪ ના રોજ અટકાયત કરી ટેન્કર આર.ટી.ઓ.પરીક્ષણ માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે રાખ્યું હતું.