Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા મીયાણાના દહીંસરા ગામે બનેલ હત્યાના બનાવમાં ત્રણ આરોપીની ધરપકડ

માળીયા મીયાણાના દહીંસરા ગામે બનેલ હત્યાના બનાવમાં ત્રણ આરોપીની ધરપકડ

માળીયા મીયાણાના દહીંસરા ગામે શેરીમાં પાણી નીકળતું હોવાના બાબતે મનદુઃખ રાખી લોખંડના પાઇપ વડે ઈજા પહોચાડી હતી. જે મારામારીના બનાવમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. જે બનાવ હત્યામાં પલટાતા પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી છે. જ્યારે અન્ય એક આરોપી હોસ્પીટલમાં સારવાર હેઠળ હોય રજા આપ્યે અટકાયત કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ રેન્જમાં બનતા શરીર સબંધી બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપતા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી મોરબી જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાએ શરીર સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શરીર સબંધી ગુનાના આરોપી પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સુચના આપતા તે અંતર્ગત માળીયા મીયાણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૭૯૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૧૧૫(૧),૧૧૮(૧),૩૫૨,૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ. કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૧૧/૧૦/૨૦૨૪ ના કલાક ૧૧/૧૫ વાગ્યે જાહેર થયો હતો. જેમાં ફરીયાદી નિર્મલાબેન ચંદુભાઇ મકવાણા મોરબી વાળાએ ફરીયાદ લખાવી હતી કે આરોપીઓ સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયા રહે-તમામ મોટાદહીસરા વાળાઓએ શેરીમા પાણી કાઢવા બાબતેનુ મન દુ:ખ રાખી આરોપીઓએ લાકડીઓ તથા પાઇપ જેવા હથીયારો લઇ ફરીયાદીના પતિ ચંદુભાઇ છગનભાઇ મકવાણાને માથાના ભાગે તથા શરીરે મારી ઇજાઓ પહોંચાડી તેમજ મહાદેવભાઇ મોહનભાઇ રાઠોડને પણ કપાળના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી હતી તેવી ફરીયાદ દાખલ કરાઈ હતી. જે તપાસ દરમ્યાન ઇજા પામનાર ચંદુભાઇ છગનભાઇ મકવાણાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન તા.૧૨/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે મૃત્યુ પામતા બનાવ હત્યા માં પલટાયો હતો. જેથી અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયાની તા.૧૨/૧૦/૨૦૨૪ ના રાત્રે ૯/૩૦ વાગ્યે ધોરણસર અટક કરી છે. તેમજ સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયાને બનાવ માં ઈજા પહોંચતા સારવારમાં દાખલ હોય જેને રજા આપ્યે ધોરણસર અટક કરવામા આવશે.

જેમાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ રોહડીયા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કલ્પેશભાઇ ગાંભવા, પોલીસ કોન્સટેબલ જયપાલસિંહ ઝાલા, પ્રવીણભાઇ પરમાર, બળદેવભાઇ બાવળીયા દ્રારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!