મોરબી કોર્ટના પટાંગણમાંથી મારામારીના ગુન્હામાં સંડોવાયેલ નામચીન આરોપી સહિત ત્રણ ઈસમને પોલીસે છરી સાથે ઝાડપી લીધા હતા.

મોરબીના બોરીચાવાસમાં રહેતો નામચીન આરોપી ભરત કાળુભાઇ ગોગરા પોતાની આઇ 20 કાર નં. GJ – 6 – EH – 2349 માં તેના સાગરીતો સાથે અગાઉની મારામારીના કેસના કામે કોર્ટ મુદતે આવ્યા હતા. જેની પાસે જીવલેણ હથિયાર હોવાની એલસીબીને બાતમી મળતા બાતમી આધારે પોલીસે ભરતભાઇ કાળુભાઇ ગોગરા (ઉ.વ.૪૦), ઇરફાન કરીમભાઇ બ્લોચ (ઉ.વ.૨૪), અલ્તાફ અકબરભાઇ ફકીર (ઉ.વ.-૨૧) સહિત ત્રણેયને ત્રણ છરીઓ સાથે પકડી પડ્યા હતા.પોલીસે કાર કિ.રૂ. ૧,૫૦,૦૦૦, તિક્ષ્ણ હથિયાર છરીઓ નંગ -૦૩ કિ.રૂ. ૧૫૦ મળી કુલ રૂ . ૧,૫૦,૧૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કણોતરા, નિરવભાઇ મકવાણા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.


 
                                    






